BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, વલસાડ


માતૃભાષાના શિક્ષણ સાથે વૈશ્વિક ભાષા તરફ હરણફાળ એટલે "ગુજENGLISH" માધ્યમ. "ગુજENGLISH" માધ્યમનો શુભ આરંભ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, વલસાડથી... તમામ વિષયોના ગુજરાતી માધ્યમમાં શિક્ષણની સાથે Maths અને Science વિષયો Special Teacher દ્રારા English માં પણ શીખવવામાં આવશે. પશ્ચિમી સંસ્કૃતિના વાયરાથી બચીને સારૂં ENGLISH શીખવાનો એકમાત્ર ઉપાય એટલે..."ગુજENGLISH" આપના ચિરંજીવને Western Culture થી બચાવવો હોય, મેકોલો પુત્ર ન બનાવવો હોય... પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરનાર ઋષિપુત્ર બનાવવો હોય તો...આંઘળુકિયું અનુકરણ ન કરતાં...માત્ર ને માત્ર..."ગુજENGLISH" માધ્યમમાં જ અભ્યાસ કરાવો.



પ્રમુખ સ્વામી મહારાજ


લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે, લક્ષણ એટલે ચારિત્ર્ય, ચારિત્ર્ય વાળુ શિક્ષણ જ સૌની રક્ષા કરે છે.

શિક્ષણ છે આપણા સૌનું સહિયારું ઉત્તરદાયિત્વ ! માતાપિતા અને બાળકોની, શિક્ષકો અને શાળાઓની, અમારા જેવી સંસ્થાઓની અને આપના જેવા જાગૃત નાગરિકોની આ યુગની પવિત્ર જવાબદારી છે : શ્રેષ્ઠ શિક્ષણ !

ચાલો, આપણે કરીએ એક મંથન ! અને પામીએ સફળતાના ચરમ લક્ષ્યને ! ઉત્તમ ગુણવત્તાથી સમાજ-સેવા માટે કટિબદ્ધ થઈએ... મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને રાષ્ટ્રીય ઉત્થાનના આ ભગીરથ પુરુષાર્થમાં અમને આપના વિશ્વાસ અને ઉદાત્ત સહયોગની નાનકડી આશા છે.

- જે સ્વપ્નોને વાલી ઝંખી રહ્યા છે, જેને પામવા બાળકો પણ મથી રહ્યા છે, તે સ્વપ્નો સાકાર બને છે સાર્થક શિક્ષણથી.

What makes us different

  • 33 એકરના વિશાળ સંકુલમાં તૈયાર થયેલી વિદ્યાર્થીઓ માટેની સુવિધાસજ્જ શાળા.
  • ગુજરાતી માધ્યમનાં વિષયો સાથે ‘અંગ્રેજી’ વિષયને સમાંતર મહત્વ.
  • આંતરરાષ્ટ્રીય ફલક પર ‘અંગ્રેજી’ નાં મહત્વને અનુલક્ષી અંગ્રેજી વિષયને પ્રાધાન્ય તથા તેનાં સઘન અધ્યયન અને અધ્યાપન માટે તાલિમબધ્ધ નિષ્ણાંત અનુભવી અધ્યાપકગણની સુવિધા.
  • અંગ્રેજી પઠન, લેખન અને વાક્પટુતા (વાચાળતા) માટેના ઘનિષ્ટ પ્રયાસો.
  • પ્રત્યેક વર્ગખંડમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓની સીમિત મર્યાદા દ્રારા વ્યક્તિગત શિક્ષણનું આયોજન
  • નર્સરી - કે.જી ના બાળકો માટે શરૂઆતથી જ સુદઢ પાયો બનાવવા અનુપમ સ્થાન, નર્સરીથી પ્રારંભ કરી ઉચ્ચતર માધ્યમિક ધોરણ-૧૨ નાં વર્ગો સુધીનાં ઘનિષ્ટ શિક્ષણ પ્રદાનનું પધ્ધતિસરનું આયોજન.
  • અત્યાધુનિક શૈક્ષણિક ગુણવત્તાથી સજ્જ શાળા-સંકુલ, વર્ગખંડો અને પ્રયોગખંડો, કોમ્પ્યુટરખંડો, વિશાળ હરિયાળાં ક્રિડામેદાનો, સંરક્ષકોથી સુરક્ષિત પરિસર.
  • વિદ્યાર્થીના તન-મનને સ્વસ્થ રાખે તેવા પૌષ્ટિક આહાર માટે વિશાળ અને સ્વચ્છ ભોજન કક્ષ.
  • શિક્ષણ પ્રદાન પદ્ધતિનું પ્રતિવર્ષ મૂલ્યાંકન.
  • અભ્યાસ ઉપરાંત વિવિધ કૌશલ્યોના વિકાસ માટે ઉમદા આયોજનો.
  • શાળા સંકુલ સાથે સંલગ્ર સુવિધાપૂર્ણ છાત્રાલય અને સભાગૃહ.
  • પેપર રાઈટીંગની પ્રેકટીશ, વ્યક્તિગત માર્ગદર્શન સાથે ઉત્તરવહીમાં લખાણ લખે તે પદ્ધતિ માટેનું આયોજન.
  • સંસ્કારલક્ષી શિક્ષણ, ભારતીય સંસ્કૃતિનું જતન અને ચારિત્ર્યયુક્ત કેળવણી પર પૂજ્ય સંતો .

News & events

ધોરણ 10 તથા 11-12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે વેકેશન દરમિયાન તેમજ રજાના દિવસોમાં એકસ્ટ્રા કલાસીસનું આયોજન.

JEE અને Gujcet ના વર્ગોની સુવિધા (ધોરણ ૧૧ સાયન્સથી જ શરૂ)

અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ Revision, Reading અને Paper Writing Practice નું સફળ આયોજન.

વિદ્યાર્થીઓના પરિણામની SMS દ્રારા જાણ.

Facilities


શાળાની માહિતી

નિવાસી શાળાનું ક્ષેત્રફળઃ- ૩૩ એકર વિદ્યાર્થીઓની સંખ્યા :- 2039 (Guj. Med. : 1965 & Eng. Med. : 74) ઘરથી સત્સંગ હોય તેવા સત્સંગી વિદ્યાર્થીઓની સંખ્યા :- 734 (36%) ગુજરાતી માધ્યમ :- પ્રિ-પ્રાયમરી થી ધોરણ ૧૨ {Science & Commerce}

અંગ્રેજી માધ્યમ :પ્રિ-પ્રાયમરી થી ધોરણ ૫

શિક્ષકોની સંખ્યા :- ૧૦૯ કુલ વર્ગો :- ૫૮ (વર્ગદીઠ શિક્ષકો ૧.૮૮%) સત્સંગી શિક્ષકોની સંખ્યા :- 30 (27.52%) ડાયરેકટરશ્રીનું નામ :- શ્રી માનસિંહ એ. ઠાકોર ડાયરેકટરશ્રીનું કવોલીફીકેશન :- પી.ટી.સી. (આચાર્ય તરીકેનો ૧૫ વર્ષનો અનુભવ અને શિક્ષણનો કુલ ૩૫ વર્ષનો અનુભવ)

રસોડું (DINNING)

સવારનો નાસ્તો – ૨૩૦૦ (વ્યક્તિઓ માટે)
બપોરનું ભોજન – ૨૩૦૦ (વ્યક્તિઓ માટે)
સાંજે નાસ્તો – ૮૦૦ (વ્યક્તિઓ માટે)
રાત્રિભોજન – ૮૦૦ (વ્યક્તિઓ માટે)
ભોજન મેન્યૂ :-
બપોરે : રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત
સાંજે : શાક, રોટલી, ખીચડી, કઢી, દહી / છાશ / દૂધ

FEAST / CHANGE

શાળામાં : પાંઉભાજી, ઇડલીસંભાર, છોલે-પૂરી (૧૫ દિવસે એક વખત) સ્વીટ-ફરસાણ (મહિનામાં એક વખત) હોસ્ટેલમાં : મન્ચુરીયન, પાણી-પૂરી, પાંઉભાજી (અઠવાડિયે એક વખત) સ્વીટ-ફરસાણ (૧૫ દિવસે એક વખત) નોંધ : શાળાના બસ ડ્રાઇવર, ક્લીનર તથા પટાવાળા ભાઈઓ અને બહેનો પીરસવામાં મદદરૂપ થાય છે.

ઈતર પ્રવૃતિઓ

  • Summer Camp (During Vacation)
  • E-Sence Digital Classroom
  • Mid Brain Activation
  • Teacher’s Training
  • પુસ્તકોનું પ્રકાશન (ધોરણ ૧ થી ૪ અંગ્રેજી)
  • રાષ્ટ્રીય પર્વોત્સવોની ઉજવણી.
  • Handwriting Practice, • વૃક્ષારોપણ

બાહ્ય પરીક્ષાઓ

• હિન્દીની પરીક્ષા, • ચિત્રકલા પરીક્ષા, • સ્વામી વિવેકાનંદ પરીક્ષા, • વિકાસ વર્તુળ દ્વ્રારા G.K. I.Q. Test, • શિષ્યવૃતિ પરીક્ષા, • સદાશિવ ફાઉન્ડેશન ટ્રસ્ટ : English Efficiency Exam., • પ્રખરતા શોધ અને પ્રતિભાખોજ પરીક્ષા, • Olympiad Exam, • રામાનુજન મેથ્સ ક્લબ આયોજિત : નેશનલ મેથેમેટિક્સ રીલે કોન્ટેસ્ટ

GALLARY






Developed and Maintain by HdSoftCorp